માએ 3 બાળકો સાથે ટ્રેન સામે કૂદી આપી દીધો પોતાનો જીવ, પણ એક ચમત્કાર થયો….

admin
0

ગુજરાત સહિત દેશભરમાંથી અવારનવાર આપઘાતના અનેક કિસ્સઓ સામે આવે છે, જેમાં ઘણીવાર પારિવારિક ઝઘડા, ઘરકંકાસ, આર્થિક તંગી કે પછી અન્ય કારણ હોય છે. ત્યારે હાલમાં પૂર્વી ઉત્તર પ્રદેશના ચંદૌલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

એક માતાએ તેના 3 બાળકો સાથે તેજ રફતાર ટ્રેનની સામે પડતું મૂક્યું અને આ અકસ્માતમાં મહિલા અને તેની 2 પુત્રીઓનું કરૂણ મોત નીપજ્યું અને 8 મહિનાના બાળકનો ચમત્કારિક રીતે બચાવ થયો. ટ્રેનની ટક્કર બાદ આ બાળક તેની માતાના ખોળામાંથી ફેંકાઈને રેલવે ટ્રેકની વચ્ચે પડ્યો હતો. જ્યારે ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ તે બાદ જોયુ તો બાળકને એક ખરોચ પણ નહોતી આવી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને માતા અને બંને પુત્રીના મૃતદેહોને કબજે કરીને પીએમ માટે મોકલી આપ્યા હતા.

આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ અને પારિવારિક કલેશ કારણભૂત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચંદૌલી જિલ્લાના અલીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના પરોરવા ગામની મંજુ દેવીના લગ્ન વારાણસીના ચિતાઈપુરમાં થયા હતા. તેને આ લગ્નથી 2 પુત્રી હતી અને એક પુત્ર છે. કહેવામાં આવી રહ્યું છે કે મંજુ દેવીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેને લઈને તેનો પતિ સાથે છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. વિવાદ એટલો વધી ગયો હતો કે મામલો વારાણસી પોલીસ સુધી પહોંચ્યો હતો.

રવિવારે બપોરે આ વિવાદને લઈને વારાણસીના ચિતાઈપુર વિસ્તારમાં સ્થિત પોલીસ ચોકી પર પંચાયત પણ થઈ રહી હતી. કહેવાય છે કે તે જ સમયે આ મહિલા ત્યાંથી નીકળીને ચંદૌલી આવી હતી. આ પછી મહિલા તેના બાળકો સાથે મુગલસરાય કોતવાલી વિસ્તારની નીચે વારાણસી-મુગલસરાય રેલ્વે ટ્રેક પર પહોંચી અને પછી તેણે તેના બાળકો સાથે તેજ રફતાર ટ્રેનની સામે છલાંગ લગાવી દીધી હતી.

મંજુ અને તેની બે પુત્રીઓ ટ્રેનની અડફેટે આવી જતાં ઘટના સ્થળે જ તેમના મોત થયા પણ આઠ વર્ષનું માસૂમ બાળક રેલવે ટ્રેકની વચ્ચે પડી ગયું અને કુદરતનો કરિશ્મા તો જુઓ કે આખી ટ્રેન આ માસૂમ બાળક ઉપરથી પસાર થઈ ગઈ પણ તેને એક ખરોચ પણ ના આવી. મંજુએ આપઘાત પહેલા તેના મોબાઈલથી તેના ભાઈ અને ભાભીને ઓડિયો મેસેજ મોકલ્યો હતો કે તે મરી જવાની છે. મંજુએ કહ્યું, પ્રેમ અને વિશ્વાસ જીવનમાં ખુબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ છે. અમારી વચ્ચે કંઈ નથી. ઠીક છે, હું સંમત છું કે મેં ખોટું કર્યું છે.

પરંતુ ભાઈ તમે ક્યારેય મને ટેકો આપ્યો જ નથી. તમે તેમને જ ટેકો આપ્યો છે તમે મારા હતા, મને ટેકો આપવો જોઈતો હતો. હું મારા પોતાના ના સાથ વિના રહી નથી શકતી. ભાઈ, મારે મરવું નથી, મારે મારા બાળકો સાથે જીવવું છે. પણ હવે બહુ થયું. જો હું મરીશ, તો હું મારા બાળકો સાથે અને જીવીશ તો પણ મારા બાળકો સાથે જ. અમે ચારેય મરવા જઇએ છીએ. ભાઈ અને ભાભી માફ કરો. જો કે, આ ઓડિયો મળતાની સાથે જ મૃતક મંજુ દેવીનો ભાઈ પહોંચ્યો હતો પણ ત્યાં સુધી તો તેની બહેન અને બે ભાણીઓના મોત થઈ ચૂક્યા હતા, પણ 8 માસનો બાળક રેલવે ટ્રેકની વચ્ચે પડેલો જોવા મળ્યો હતો અને તેને સહેજ પણ ઇજા પહોંચી નહોતી.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)