અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે કરી લીધો આપઘાત, મરતા પહેલા બનાવ્યો વીડિયો અને સાસરિયાની ખોલી પોલ, જુઓ વીડિયો

admin
0

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી આપઘાતના ઘણા મામલો સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના લીધે તો કોઈ પારિવારિક ઝઘડાના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકે સાસરીયાનાં ત્રાસથી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેમાં તેની આપવીતી પણ જણાવી હતી.

અહેવાલો અનુસાર અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા દિનેશભાઇ ચૌધરીનો દીકરો અક્ષયની સગાઈ શાપુરમાં રહેતા પ્રવીણભાઈની દીકરી પ્રિયંકા સાથે થઈ હતી. અક્ષય સરખેજ સ્થિત ટોરન્ટ પાવરની સબ ઓફિસમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. સગાઈ બાદ અક્ષય પ્રિયંકા સાથે તેની સાસરીમાં જ રહેતો હતો. જેના બાદ સમાજના રીતિ રિવાજ મુજબ તેમના લગ્ન પણ થયા હતા. લગ્ન બાદ પણ તે તેના સાસરે જ રહેતો હતો અને લગ્નના 25 દિવસ બાદ તે તેના ઘરે પરત આવ્યો હતો.

લગ્ન બાદ તેમને કોઈ સંબંધીના ઘરે જમવાનું હોવાના લીધે અક્ષયની માતાએ તેની સાથે કોઈ વહેવારીક વાત કરી હતી જેને લઈને પણ પ્રિયંકા તેની સાથે ઝઘડી હતી. એટલું જ નહિ અક્ષયને તેની પત્ની પ્રિયંકાએ તેના માતા પિતા સિવાય કોઈની સાથે સંબંધ ના રાખવાનું પણ જણાવી દીધું હતું. આ સિવાય અક્ષયના સસરા તેની પાસેથી લગ્નનો ખર્ચ પણ માંગી રહ્યા હતા અને પ્રિયંકાના માતા પિતાનું ભરણપોષણ કરવાનું દબાણ પણ કરી રહ્યા હતા.

આ વાતોને લઈને અક્ષયને વારંવાર તેના સાસરિયા તરફથી ધમકીઓ આપવામાં આવતી હતી અને ગંદી ગાળો બોલીને તેની સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ત્યારે હાલ તેની પત્ની પ્રિયંકા ગર્ભવતી હતી. જેના લીધે તે પોતાની પત્નીને લેવા માટે સાસરે ગયો અને ત્યાં તેની પત્નીએ તેને ધમાકવતા કહ્યું કે તારે મારી સાથે રહેવું હોય તો મારા ઘરની બાજુમાં જ ઘર લેવું પડશે. તું અહીંયા નહિ રહેવા આવે તો તારા સંતાનનું મોઢું પણ તને નહિ બતાવું.

જેને કારણે અક્ષય ડિપ્રેશનમાં આવી ગયો હતો. ત્યારબાદ 29 માર્ચના રોજ અક્ષયે સરખેજ સ્થિત ઓફિસના પહેલા માળે ગળે ટુંપો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેને એક વીડિયો પણ બનાવ્યો જેમાં તેને કહ્યું, ‘bye bye all … મારા માતા પિતાનો ખ્યાલ રાખજો. હું જાઉં છું. મારી વાઇફ અને એમના ઘરવાળાએ મારું જીવવું હરામ કરી નાંખ્યુ છે. મને ઊંઘ પણ નથી આવતી બરાબર.’

વીડિયોમાં તે આગળ એમ પણ જાણવી રહ્યો છે કે.. ‘આઇ લવ માય ફેમિલી મેમ્બર. મારી સાસરી વાળાને કડકથી કડક સજા અપાવજો નહીં તો મારી આત્માને શાંતિ નહિ મળે. એમને હું બહુ જ કગર્યો પણ એક ના બે ના થયા અને હંમેશા મારી ઇન્સલ્ટ કરી.’ ત્યારે મામલે અક્ષયના પિતાની ફરિયાદના આધારે પોલીસે 12 લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Tags

Post a Comment

0Comments
Post a Comment (0)